ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી કોંગ્રેસ સમિતિ આયોજિત સામાજિક ક્રાંતિ અભિયાન અંતર્ગત શ્રદ્ધાંજલી કાર્યક્રમ લાયન્સ ગાર્ડનની બહાર ચીખલી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને ચીખલી કોંગ્રેસ પ્રમુખ શૈલેશ પટેલની આગેવાની હેઠળ કરવામાં આવ્યો હતો.
ગતરોજ ૬:૩૦થી ૭:૦૦ના સાંજના સમયગાળામાં ગુજરાત કોંગ્રેસ સમિતિના 1ઓગષ્ટથી 9 ઓગષ્ટ સુધીના કાર્યક્રમોમાં વિશ્વ આદિવાસી દિવસે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિએ સામાજિક ક્રાંતિ અભિયાન હેઠળ કસ્ટોડિય ડેથ થયેલા યુવાન આદિવાસીના મૃતકો રવિ જાદવ અને સુનીલ પાવરને શ્રધાંજલિ મળે અને પોલીસ સ્ટેશનમાં થયેલ અપમૃત્યુમાં જવાબદાર અધિકારીઓને તાત્કાલિક ધરપકડ થાય અને એવા હેતુથી લાયન્સ ગાર્ડન ની પાસે કેન્ડલ સળગાવીને શ્રધાંજલિ આપવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ હોદેદારો એ ભાગ લીધો હતો.
લોકનેતા અનંત પટેલે Decision News સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મૃતક આદિવાસી યુવાનોને ન્યાય મળે અને જવાબદાર અધિકારીઓને સજા થાય અને એ ઓને તત્કાળ ધરપકડ ના થાય તો આવનારા સમયમાં મોટી સામાજિક ક્રાંતિ કરતા અચકાઈશું નહી અને મૃતક પરિવારજની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે, અને એ ઓને આર્થિક મદદ પણ થવી જોઈએ.
.

