નવસારી: છેલ્લા દોઢ વર્ષથી કોરોના કાળ દરમિયાન લોકડાઉન બાદ બહાર પાડેલા જાહેરનામાં મા ક્યાંય ડીજે અને સાઉન્ડ લાઇટ ધંધા સાથે જોડાયેલા વેપારીઓ માટે કોઈ ઉલ્લેખ થયો નથી આ ફરિયાદને લઈને ગતરોજ નવસારી જિલ્લાના ડીજે સંચાલકો ભેગા મળીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ડી.જે સંચાલકોએ Decision Newsને જણાવ્યા અનુસાર હાલમાં તમામ ધાર્મિક લગ્ન પ્રસંગોમાં છૂટછાટ અપાઈ છે પણ ડીજે સાઉન્ડ લાઇટના ધંધો કરતાં વેપારીઓ માટે કોઇપણ સુચના કે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું નહિ જેના કારણે કઈ શરતથી ધંધો કરવો એની અમે મૂંઝવણ અનુભવી રહ્યા છે તેમનું કહેવું હતું કે સાઉન્ડ અને લાઈટ માટે લીધેલી લોનના હપ્તાનો બોજ અને ઘર પરિવારની જવાબદારીના આર્થિક ભીંસમાં મુકાયા છે આ માટે 4થી વખત આવેદન આપવા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.
આ વિરોધ પ્રદર્શનમાં ‘સાઉન્ડ વેચવાનું છે તેની કિંમત છે ઝેર જેથી અમે શાંતિથી મરી શકીએ’, ‘સાઉન્ડ વેચવાનું છે તેની કિંમત છે ઘરનું ભાડું’ આવા કટાક્ષ અને મજબૂરી દર્શાવતા પ્લેકાર્ડ જોવા મળ્યા હતા પહેલાં ભાજપના કાર્યાલય કમલમ પર ત્યાર બાદ કલેકટર કચેરી પર ડી.જે સંચાલકોએ રજુવાત કરી હતી.

