વાંસદા: નવસારી જીલ્લાના વાંસદા તાલુકાની હેલી સોલંકી પ્રથમ ગુજરાતની પ્રથમ મહિલા મરીન એન્જીનીયર બની નવસારી જીલ્લાના છેવાડા તાલુકા વાંસદાનું નામ રોશન કર્યાની સાથે જ વાંસદા નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતનું અને જિલ્લાનું ગૌરવ બનેલી હેલી સોલંકી સોલંકી પરિવારની એકની એક દીકરી છે માં-બાપ દ્વારા પોતાની લાડકી દિકરીના સપના પર વિશ્વાસ હતો તેથી તેઓએ દીકરીને  કરીને બતાવ્યું અને તેમણે નેવીમાં એન્જીનીયરીંગ માટે પ્રોત્સાહન આપ્યું હતું અને તેનું ફળ માં-બાપને મળી ગયું. ગઈકાલે પોતાની દીકરી જ્યારે ગુજરાતની પ્રથમ મહિલા મરીન એન્જીનીયર બની આવી તો માં-બાપની ખુશીઓની કોઈ સીમા નહતી.

આજે દિકરીના પરિવારની સાથે જ વાંસદાના નગરજનોમાં ખુશી અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે ગુજરાતની પ્રથમ મહિલા મરીન એન્જીનીયર બની સોલંકી પરિવારને અને દીકરીને ચારેય બાજુ અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે.