પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા એક ઇન્વેસ્ટર સમિટને સંબોધન કરશે. જૂના વાહનોને સ્ક્રેપ અર્થાત ભંગારમાં લઈ જવા માટેની માળખાકીય સુવિધા વધારવા મૂડી રોકાણ આકર્ષવા માટે આજની બેઠકનું આયોજન કરાયું છે.
આ ઉપરાંત અલંગ શીપ બ્રેન્કિંગ યાર્ડ ખાતેની સુવિધાઓના ધોરણે સંકલીત સ્ક્રેપ કેન્દ્ર વિકસાવવા બાબતે ચર્ચા કરાશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી થતા મુખ્યમંત્રી વિજય રૂપાણી બેઠકમા જોડાશે. પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવતા વાહનોનો પર્યાવરણને અનુકૂળ રીતે અને સલામત રીતે નાશ કરવા સ્ક્રેપ નીતિ બનાવવામાં આવી છે.
આ સંમેલનનું આયોજન સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સમિટ ગાંધીનગરમાં યોજાઇ રહ્યું છે. તેમાં સંભવિત રોકાણકારો, ઉદ્યોગ વિશેષજ્ઞો અને રાજ્ય સરકારના સબંધીત મંત્રાલયની ભાગીદારી રહેશે.

