ડાંગ: જિલ્લા પચાયત શિક્ષણ વિભાગ દ્રારા સંચાલિત નાંદનપેડા ગામની પ્રાથમિક શાળામાં વાલી સમિતિની મિટીંગ રાખવામાં આવી હતી જયાં શાળાનાં શિક્ષકો અને વાલીઓ હાજર રહ્યા હતાં જેમાં વાલીઓ શિક્ષકોને શાળામાં શિક્ષણ બાબત તેમજ શાળાનાં સમય બાબતે અન્ય બીજા મુદ્દાઓ અંગે ચર્ચાઓ દરમિયાન અસભ્ય ભર્યું વર્તન કર્યાનું સામે આવ્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ડાંગના નાંદનપેડા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ-1,3,4 અને 5 નાં શિક્ષકો ઊર્મિલાબેન, અરૂણાબેન, વૈશાલીબેન ત્રણેય શિક્ષકોને વિધાર્થીઓનાં વાલીઓને સમય અને શૈક્ષણિક કાર્ય અંગે વિવિધ ચર્ચાઓ કરી હતી વાલીઓની વિવિધ રજુઆતોને ધ્યાને લીધા વિનાં ધર્મનો મુદ્દો લઈ વાલીઓ સાથે અસભ્ય ભર્યું વર્તન કર્યાંનું વાલીઓ જણાવી રહ્યા છે.

વાલીઓનું કહેવું છે કે તમો અમારી શિક્ષણ બાબતે કોઈપણ ફરીયાદ કરશો તો અમો પણ જે વાલીઓ શિક્ષકો પર ફરીયાદ કરશો તેમનાં બાળકોને અંગત અદાવત રાખીશું અને ધમકી આપેલ કે તમે ગમે તે અધિકારી કે રાજકારણીઓને ફરીયાદ કરશો તો પણ અમારી સામે કોઈ કાર્યવાહી થશે નહી તેમ જણાવ્યું હતું જેથી નાંદનપેડા ગામનાં જાગૃત લોકો તથા વાલીઓએ શાળાનાં મુખ્ય શિક્ષકને ફરીયાદ કરી જેની નકલ રવાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ધારાસભ્યને પાઠવી હતી. આ ઉપરાંત સ્થાનિક લોકોની માંગ છે કે જાતિ વિષયક અસભ્ય વર્તન મુદ્દે શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી જોઈએ.