નેત્રંગ: કુછ કર ગુજરને કે લિયે મોસમ નહિ મન કી જરૂરત હોતી હૈ ” ઉપરોક્ત પંક્તિઓ જેમણે સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે એવી વિદ્યાર્થીની એટલે જયાબેન મહિલાભાઈ વસાવા.. પોતાનું પરિવાર અને સમાજનું ગૌરવ વધાર્યું છે ચાલો જાણીએ જયાબેન વસાવાની કહાની..

Decision News સાથે વાત કરતાં ધર્મેન્દ્ર વસાવા જણાવે છે કે વિદ્યાર્થીનીની કે જેણે અનેક મુશ્કેલીઓને અવસરમા ફેરવી સફળતાના સોપાન સર કર્યા છે. જયાબેનનો જન્મ એક સામાન્ય મંજુર વર્ગના સામાન્ય ઘરમાં થયો અને પ્રારંભિક પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી શાળામાં જ શરુ કર્યું. હજી તો શિક્ષણના પંથે પગરવ જ મંડ્યા હતા ત્યાં તો 8 વર્ષની નાની વયે જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી. ત્યારબાદ માતા સાથે મામાના ઘરે આવીને આગળ અભ્યાસ ચાલુ કર્યો. પ્રાથમિક શિક્ષણ મામાના ઘરેથી પૂર્ણ કરી આગળ અભ્યાસ માટે ઉંમરખડા સરકારી માદયમિક શાળામાં એડમિશન લીધું. મામાનો પરિવાર પણ મજૂરી કરીને ગુજરાન ચલાવતો હોઈ ઘરની પરિસ્થિતિ સાવ સામાન્ય ઘરમાં સાદા ફોનની પણ સુવિધા ના હોઈ તો સ્માર્ટ ફોનની કલ્પના પણ ના કરી શકાય તે છતાં આગળ અભ્યાસ કરવાની અદમ્ય ઈચ્છાને કારણે તેણીએ કોઈ પણ પ્રકારની સગવડ વગર માત્ર પુસ્તકોના સહારે અભ્યાસ ચાલુ રાખી ગત વર્ષે ધોરણ 10 ની SSC બોર્ડની પરીક્ષા આપી અને સમગ્ર નેત્રંગ પંથકમાં સૌથી વધુ 98.21 ટકા સાથે પ્રથમ આવી ન માત્ર પોતાના પરિવારનું પરંતુ શાળા અને તાલુકાનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે.

આદિવાસી સમાજ દીકરીને દિલ થી લાખો સલામ કરી રહ્યો છે ભગવાન આ દીકરીને આગળ અભ્યાસના તમામ દ્વાર ખોલી આપે અને એની વણથંભી શિક્ષણ યાત્રા અવિરત આગળ વધે એવી સૌ મનોકામના કરી રહ્યા છે કહેવાય છે ને કે “મંઝિલે ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ, કેવલ પંખો સે કુછ નહિ હોતા હોસલો સે ઉડાન હોતી હૈ “