ગુજરાત: આજે સમગ્ર રાજ્યમાંથી માસ પ્રમોશનના પરિણામથી અસંતુષ્ટ ધોરણ ૧૨ સાયન્સના માત્ર ૬૫ વિદ્યાર્થીઓ અમદાવાદમાં બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે આ વિરલાઓનું પરિણામ પર શિક્ષણ જગત સિવાય દરેક ગુજરાતી વિદ્યાર્થીઓ અને ગુજરાતીઓની નજર રહશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.
ઉલ્લેખનીય છે કે ધોરણ ૧૨ સાયન્સના નિયમિત વિદ્યાર્થીઓની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા રદ થયા બાદ માસ પ્રમોશનથી પરિણામ મેળવનારા ૧ લાખ ૦૭ હજાર વિદ્યાર્થીમાંથી માત્ર ૬૫ જ વિદ્યાર્થીએ પરિણામ સામે અસંતોષ દર્શાવી માર્કશીટ જમા કરાવી દીધી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ ગુજરાતમાં એક માત્ર અમદાવાદના કાંકરીયાની દિવાન બલ્લુભાઈ સ્કૂલમાં આ ૬૫ વિદ્યાર્થીઓની વૈકલ્પિક બોર્ડ પરીક્ષા લેવાશે આ ૬૫ વિદ્યાર્થીઓમાં A ગ્રુપના ૪૧ અને B ગ્રુપના ૩૪ વિદ્યાર્થી છે. ગુજરાતી માધ્યમના ૩૪ અને અંગ્રેજી મીડિયમાના ૩૧ વિદ્યાર્થીઓ છે. આ પરીક્ષાઓ ૧૪ ઓગસ્ટ સુધી ચાલશે અને આ વિદ્યાર્થીઓનું પરિણામ થોડા જ દિવસમાં તૈયારી કરી રીપિટર વિદ્યાર્થીઓની અને ગુજકેટની પરીક્ષા સાથે આપી દેવાશે. આ ૬૫ વિદ્યાર્થીઓમાં અમદાવાદના સૌથી વધુ ૧૨ વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યું છે.