ડાંગ: વર્તમાન સમયમાં પર્યાવરણને સાચવવા અને આવનારા સમયમાં એનું મહત્વને સમજીને યુવાનો આગળ આવી રહ્યા છે ત્યારે ગતરોજ ડાંગ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીંપરી ખાતે વનવિભાગ અને ગ્રામ જનોના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
Decision Newsને મળેલી માહિતી મુજબ તાલુકા અને પીંપરી ગામના આરોગ્ય સાથે જોડાયેલા તમામ અધિકારીઓ આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા હતા અને પોતાના હાથે દરેકે એક એક વૃક્ષનું રોપણ કર્યું હતું આ વૃક્ષોમાં મુખ્યત્વે સરગવો, લીમડો, કાજુ, અશોક, સીતાફળ, વડ ,તુલસી વગેરે જેવા છોડ રોપવામાં આવ્યા હતા. વનવિભાગ અને ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા આ વૃક્ષારોપણથી અન્ય ગામોમાં પણ સકારાત્મક સંદેશ પોહચ્યો છે.
વૃક્ષારોપણ પ્રસંગે જોડાયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે આવનારા સમયમાં જો આપણે નવી જનરેશનને કઈંક સારું બહેતર ભવિષ્ય આપવા માંગતા હોઈએ તો એ આપણું પર્યાવરણને સાચવી સુરક્ષિત રાખવું પડશે. જો પર્યાવરણ સારું હશે તો માનવજીવન પણ સ્વસ્થ રહશે.

