નેત્રંગ: ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ઉદિશા પ્રકલ્પ અંતર્ગત ગત ૧૨ ઓગસ્ટના સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, નેત્રંગના વિદ્યાર્થીઓએ તાલુકા વિકાસ અધિકારી, નેત્રંગની ઓફિસની મુલાકાત લઇ તેમની સાથે સંવાદ કર્યો હતો

Decision Newsને ધર્મેન્દ્ર વસાવા પાસેથી મળેલી માહિતી મુજબ નેત્રંગ તાલુકામાં ઉદિશા પ્રકલ્પ અંતર્ગત ગત ૧૨ ઓગસ્ટના સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, નેત્રંગના વિદ્યાર્થીઓએ તાલુકા વિકાસ અધિકારી શ્રી રફીક મલેકની મુલાકાત લઇ તેમની સાથે સંવાદ કર્યો હતો જેમાં સરકારશ્રીની વિવિધ રોજગારલક્ષી યોજનાઓ તથા ગ્રામમાં પંચાયત અને તાલુકા પંચાયતના કાર્યો વિષે તાલુકા વિકાસ અધિકારી વિસ્તૃત જાણકારી આપી હતી.

નેત્રંગ કોલેજના આચાર્ય ડૉ. જી. આર. પરમારના સફળ નેતૃત્વમાં આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. જસવંત રાઠોડે આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. ઉદીશા પ્રકલ્પના સંયોજક પ્રો. દિગેશ પવારે આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.