વાંસદા: શું આદિવાસી સમાજ ખરેખર પોતે જ પોતાનું પતન તરફ આગળ વધી રહ્યો છે શું નાચગાન જ આપણી સંસ્કૃતિ છે. શું આ રીત- રીવાજો પરંપરાગત પોશાક પહેરીને આપણે સમાજમાં આદિવાસીના જયના નારા બોલાવવાથી આ આદિવાસી સમાજનું અસ્તિત્વ ટકી રહશે ખરું ? મારો ઉદ્દેશ્ય આદિવાસી સમાજની સંસ્કૃતિ, રીતરીવાજો, પોશાકને ક્રિટીસાઈઝ કરવાનો નથી પણ શું આપણે આપણા હક અને અધિકારો માટે ખરેખર જાગૃત છીએ ખરા ? મોટાભાગના આદિવાસી સમાજના લોકોને ખબર પણ નહિ હોય આપણે 9 ઓગસ્ટના આપણા અસ્મિતા પર્વ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં નાચતા રહ્યા અને સરકારે વિપક્ષના ભારે વિરોધ છતાં 10 મિનિટમાં 3 બિલ પાસ કર્યા. એમાંનું એક બિલ એટલે “ધ કન્સ્ટિટ્યુશનલ ઓર્ડર (શિડયુલ ટ્રાઇબ) 1950 અમેડમેન્ટ”
ઉલ્લેખનીય છે કે આ બિલ મુજબ અત્યાર સુધી રાષ્ટ્રપતિને દેશમાં નવા STને વિગતવાર શોધી કાઢવા માટેની સત્તા આપવામાં આવી હતી તે હવે સંસદને પણ ST ના લિસ્ટમાં ફેરફાર કરવાની સત્તા આપવામાં આવી જે સત્તા અત્યાર સુધી ફક્ત રાષ્ટ્રપતિને જ હતી. આ બિલ મુજબ અરુણાચંલ પ્રદેશ ની “અબોર” જાતિને ST ના લિસ્ટ માંથી કાઢી નાખવામાં આવી છે.
આદિવાસી સમાજમાં પોતાના રીતરિવાજ-બોલી-દેવો-સંસ્કૃતિ ભૂલી જઈને અન્યની સંસ્કૃતિ અપનાવીને ઉજળિયાત બની ગયા છે એવા લોકો થોડા ચેતે ! આદિવાસી સમાજને સૌથી વધારે નુકશાન પોતાને જાગૃત કહેવડાવતા અને સંસ્કૃતિ ઠેકેદાર બની બેઠેલા ભણેલા-ગણેલા લોકો જ કરી રહ્યા છે જેનું ગંભીર પરિણામ થોડા વર્ષોમાં જોવા મળશે જ. અપેક્ષા રાખીએ કે આવનારા દિવસોમાં ગુજરાતમાં નવા ST જોવા ન મળે.