ચીખલી: ગતરોજ નવસારી જિલ્લાના ચીખલી પોલીસ મથકમાં બે યુવાનોના અપમૃત્યુન કેસના ત્રણ આરોપીઓએ કોર્ટમાં મુકેલી આગોતરા જામીન અરજી જાતે પરત ખેંચી લેવામાં આવતાં જાગૃત આદિવાસી સમાજમાં પોલીસ પ્રશાસનમાં કઈંક રંધાઈ રહ્યાના મતમતાંતરો ચર્ચાવા લાગ્યા હતા.
Decision Newsને મળેલી માહિતી મુજબ ગઈકાલે નવસારી જિલ્લાના ચીખલી પોલીસમાં બે યુવાનોના અપમૃત્યુને મામલે નોંધાયેલી ફરિયાદના ત્રણ આરોપી એવા પોલીસકર્મીઓએ નવસારીની કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. જે અરજી મંગળવારે અચાનક સામે થી જ ખેંચી લેતા આ સમગ્ર બાબત ચર્ચાનો વિષય બન્યો હતો. આ સમગ્ર પ્રકરણની વિગત જોઈએ તો ચીખલી પોલીસ મથકમાં બે યુવાનોના પોલીસ કસ્ટડીમાં મોત થાય હતા. આ મોતને અપમૃત્યુ મોત ગણી પોલીસે વધુ તપાસ આદરી હતી. અને બીજી તરફ ત્રણ પોલીસકર્મીઓ સામે આ યુવાનોના હત્યા અંગેની શંકાને આધારે ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ કેસના આરોપી એવા અજીતસિંહ રાયસિંહ વાળાએ 542/2021જ્યારે શક્તિસિંહ સુખદેવસિંહ ઝાલા એ 545/2021અને રામજી ગયાપ્રસાદ યાદવ 556/2021આ ત્રણે કેસ સાથે આગોતરા જામીનની અરજી એડિશનલ ડિસ્ટ્રિક જજ સમક્ષ કરી હતી. પરંતુ આ અંગે જજ કોઈ ચુકાદો આપે તે પહેલાં ત્રણેવે પોતાની આગોતરા જામીનની અરજી પાછી ખેંચી લીધી હતી. જેને પરિણામે આ સમગ્ર કિસ્સો કોર્ટમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ મૂકેલા આગોતરા જામીનની અરજી કેમ પરત ખેંચી લીધી તે અંગે અનેક તર્કવિતર્ક હાલમાં પ્રવર્તી રહ્યા છે.

