ડીસીઝન વિશેસ: સાહિત્ય અકાદમી નવી દિલ્હી દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ૯ ઑગસ્ટ, આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભારતની ૭૫ આદિવાસી ભાષાઓના ૭૫ કવિઓના કાવ્ય પઠનનો ત્રિદિવસીય કાર્યક્રમ ઑનલાઈન યોજાયો હતો.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે આ કવિ સંમેલનમાં દક્ષિણ ગુજરાતના જાણીતા કવિ-લેખક કુલીન પટેલે ધોડીઆ ભાષાનું પ્રતિનિધિત્વ કરતાં આદિવાસી જીવનદર્શન કરાવતા કાવ્ય પાઠ કરી ધોડીઆ ભાષકો સહિત દક્ષિણ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આ તકે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંથાલી ભાષાના વિદ્વાન મદન મોહન સોરેને કવિની રચનાને સરાહતાં આપણી અસલ ભાષા અને જીવનશૈલી જાળવવા અનુરોધ કર્યો હતો.

કુલીન પટેલે Decision Newsને જણાવ્યું કે ધોડીઆ ભાષા કામ કરતા, ધોડીઆ ભાષાના અભ્યાસ વર્ગનું પણ આયોજન કરી ચૂક્યા છે તેમજ અગાઉના વર્ષોમાં સાહિત્ય અકાદમી – નવી દિલ્હીના ‘સાહિત્યોત્સવ’ અને ઈન્દીરા ગાંધી માનવ સંગ્રહાલય – ભોપાલ ખાતે યોજાતા ‘ટ્રાઈબલ લિટરેચર ફેસ્ટિવલ’ જેવા મંચ પર ધોડીઆ ભાષાનું પ્રતિનિધિત્વ કરતાં ધોડીઆ ભાષામાં કવિતાઓ રજુ કરી ધોડીઆ ભાષાના જતન-સંવર્ધન કરી રહ્યા છે.