ભરૂચ: આપણા ગતિશીલ અને ડીઝીટલ રાજ્યમાં આટલી ધીમી ન્યાય પ્રક્રિયા હશે એ માનવામાં ન આવે પણ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના મોઠિયા ગામના ખેડૂતો અને કંપનીઓ વચ્ચે ચાલેલા જમીન વિવાદનો કેસ ધીમી ન્યાય પ્રક્રિયાનું તાજું ઉદાહરણ છે.

Decision Newsને મળેલી વિગતો અનુસાર ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના મોઠિયા ગામના મોઠિયા ગામના ખેડૂતો જીવીબેન મગન પટેલ, ગોમાન પ્રેમાભાઈ તથા સ્વ. ઠાકોરભાઈના વારસદારની ખેતીની જમીનમાંથી ઇન્ડિયન પેટ્રોલિયમ ગોધરા અને વાગારાની પાઈપલાઈન નાખવા ખેડૂતોને શેરડી, કપાસ, કેળ અને કઠોળ જેવા પાકને નુકસાન થતાં ખેડૂતોએ અંકલેશ્વર કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

ખેડૂતોની આ અરજીનો ફેસલો હાલમાં 18 વર્ષો વીત્યા પછી આવ્યો છે જેમાં કોર્ટે ખેડૂતોને વ્યાજ સહિત નુકસાનીનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. આમ ખેડૂતોએ ઘણાં સંઘર્ષો પછી પણ આખરે વિજય મળ્યાની ખુશી વ્યકત કરી રહ્યા છે