વાંસદા: ગતરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકા યુવા મોર્ચા ભાજપ દ્વારા દરેક વખતની જેમ વાંસદાના ગાંધી મેદાન પાસેના ચાર રસ્તા પર આવેલી સરદાર પટેલની મૂર્તિની સાફ સફાઈ કરી ફૂલ હાર ચડાવી તેમના આદર્શો પર ચાલવાનો સંકલ્પ કર્યો હતો.
Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકા યુવા મોર્ચા ભાજપના નવસારી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકી વાંસદા તાલુકા યુવા મોર્ચાના મહામંત્રી કમલભાઈ સોલંકી ઉપપ્રમુખ ચિરાગભાઈ પટેલ, ધનરાજસિંહ રાજપૂત, મંત્રી મિનેષભાઈ પટેલ, હાઈન ગામીત, અંકિત ખરવા, જેન્તી ટાંક, કિરણભાઈ પટેલ દ્વારા વાંસદાના ગાંધી મેદાન પાસેના ચાર રસ્તા પર આવેલી સરદાર પટેલની સ્મૃતિને સાફ સફાઈ કરી ફૂલ હાર ચડાવવામાં આવી હતી.
વાંસદાના તાલુકા યુવા મોર્ચા ભાજપ હંમેશા તાલુકાના સાંસ્કૃતિક વારસાને સાચવવાનો પ્રયત્નો કરતાં જોવા મળે છે વાંસદાની વિરાસતની સંભાળ રાખવામાં તેઓ અગ્રસર છે.

