કપરાડા: સેવાનો આધાર પૈસો નથી, પરંતુ હૃદય અને ઈચ્છા છે આ જ સુત્રને સાર્થક કરતાં વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના જીવનદીપ હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ દ્વારા કપરાડાનાં ચાવશાળા ગામના બાળકોને નોટ બુક વિતરણ કરવામાં આવ્યું.

Decision Newsને મળેલી માહિતી મુજબ સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે. વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના જીવનદીપ હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ દ્વારા કપરાડાનાં ચાવશાળા ગામના બાળકોને નોટ બુક વિતરણ કરાયું. સમાજમાં જરૂરીયાતમંદ બાળકોના ભવિષ્ય માટે કાર્ય કરવા ટ્રસ્ટ હિતેશભાઈ સમાજસેવા હંમેશા અગ્રસર રહેતા મયંક પટેલ અને પ્રદીપભાઈ મદન ભાઈ હાજર રહ્યા હતા.

મયંક પટેલનું કહેવું છે કે પથ્થર બનીને ઠેસ પહોચાડવા કરતાં ! આવો એકબીજાને પગથિયું બનીને ઠેઠ સુધી પહોચાડીયે ! આ સુવિચારને સમર્પિત થઇ અમે સમાજ સેવામાં કાર્ય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારે સમાજના સૌ સક્ષમ લોકોને અપીલ છે કે આજે સમાજના વિકાસ માટે જરૂરીયાતમંદને મદદ કરવા આગળ આવવું જોઈએ.સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ જ જીવનનું લક્ષ્ય છે.