ચીખલી: વર્તમાન સમયમાં ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે ત્યારે ગતરોજ ચીખલી તાલુકામાં ભાજપના ‘યુવા શક્તિ દિન’ની ઉજવણીના વિરોધમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓએ ‘યુવા બેરોજગાર દિવસ’ પ્લયે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા રાજ્યમાં વકરી રહેલી બેરોજગારીને લઈને વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. ચીખલી તાલુકામાં એસટી બસ ડેપો સામે વાંસદા ના ધારાસભ્ય અને જિલ્લાના કાર્યકારી પ્રમુખ અનંત પટેલની આગેવાનીમાં કાર્યકરોએ ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને રાજ્યમાં બેરોજગાર યુવાનો ની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે જેને લઈને તેમણે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. જેમાં પોલીસે તમામ કાર્યકરોને ડીટેઈન કર્યા હતા. જુઓ આ વિડીયોમાં..
હાલમાં ગુજરાત રાજ્યમાં રૂપાણી સરકારના સફળ શાસનના પાંચ વર્ષની યાદમાં વિવિધ મુદ્દાઓને લઈને સરકારી કાર્યક્રમ યોજી ઉજવણી થઈ રહી છે જેના વિરોધમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા પણ ભાજપના જ મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન યોજાઇ રહ્યું છે

