વલસાડ: ચણવઇ ગામના યુવાનો દ્વારા ગામની બંને સરકારી શાળા જેમાં મુખ્ય શાળા દેસાઈ વાડ અને નાયક વાડ પ્રાથમિક શાળાના ૧ થી ૮ ધોરણના શેરી શાળા અંતર્ગત ભણતાં બાળકોને કોવિડ – ૧૯ ને ધ્યાનમાં રાખી PSI રાણા સાહેબ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે આજરોજ વલસાડ ચણવઇ ગામના સામાજિક ઉત્થાન સાથે જોડાયેલા અજયભાઈ અને ગામના અન્ય યુવાનો દ્વારા ગામની બંને સરકારી શાળા જેમાં મુખ્ય શાળા દેસાઈ વાડ અને નાયક વાડન પ્રાથમિક શાળાના ૧ થી ૮ ધોરણના શેરી શાળા અંતર્ગત ભણતાં બાળકોને કોવિડ – ૧૯ ને ધ્યાનમાં રાખી હનુમાનજી મંદિર ફળીયા ખાતે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રજા વત્સલ અને જનહિત સાથે પોતાનું કર્તવ્ય નિભાવતા PSI રાણા સાહેબ દ્વારા 100 જેટલી શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.

આ સંપૂર્ણ કાર્યક્રમના જન સુખાકારીમાં હંમેશા અગ્રસર રહેતા યુવા સામાજિક કાર્યકર અજયભાઈ પટેલ આગેવાનીમાં ગલી લાઇબ્રેરી યુવા સમિતિના કાર્યકર્તા નેજા હેઠળ યોજાયો. ગામના બાળકો અને વાલીઓ અને ગામના આગેવાનો દ્વારા આ સમાજ ઉપયોગી કાર્યને બિરદાવવામાં આવ્યું