દાનહ: ગતરોજ દાદરા નગર હવેલી દમણ અને દીવ અંતર્ગત પ્રદેશની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તથા સરકારી ગ્રાન્ટ મેળવતી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં વાલીઓને શાળાઓમાં બોલાવી “અક્ષય પાત્ર” દ્વારા મળેલ HAPPINESS KITની વહેંચણી કરવામાં આવી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ પ્રશાસન દ્વારા દાદરા નગર હવેલી દમણ અને દીવ અંતર્ગત પ્રદેશની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તથા સરકારી ગ્રાન્ટ મેળવતી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં વાલીઓને શાળાઓમાં બોલાવી “અક્ષય પાત્ર” દ્વારા મળેલ HAPPINESS KIT વહેંચણી કરવામાં આવી. જેમાં બાળકો પોષણ યુક્ત આહાર મેળવે તેવી ખાદ્ય સામગ્રી તથા બાળકોને રોજીંદી ઉપયોગમાં આવે તેવી જીવન જરૂરિયાતની સામગ્રી તથા અધ્યયન પુસ્તિકા અને બોલપેન વગેરે સામેલ આપવામાં આવ્યું.
Decision Newsએ લીધેલી પ્રાથમિક ગુજરાતી શાળા ચીખલી જનાથિયાપાડાની મુલાકાતમાં પ્રશાસન તરફથી બાળકો માટે લેવામાં આવી રહેલી કાળજી અને આ સરાહનીય કામગીરી બદલ સરકારને બિરદાવતા વાલીઓમાં ખૂબ જ આનંદમાં જોવા મળ્યા હતા