પંચમહાલ: ગુજરાતમાં મહિલાને લગતા કાયદાઓ રોજ નવા નવા બને છે પરંતુ મહિલા થતાં અત્યાચાર અટકવાનું નામ લઇ રહ્યા ગતરોજ પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગાંગડિયા ગામના પાંડોર ફળિયામાં રહેતા એક નરાધમેં ૬ વર્ષની કિશોરીનો બળાત્કાર કર્યોની ઘટના પ્રકાશમાં આવી છે.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે શહેરા તાલુકાના ગાંગડિયા ગામે અંદાજે 1 તારીખના રોજ પાંડોર ફળિયામાં રહેતી કિશોરી જેવો રમેશભાઈ ચંદુભાઈ પાંડોર ઘરે રમવા આવી હતી ત્યારે રમેશભાઈ ચંદુભાઈ પાંડોર ની નિયત બગાડતા આ નરાધમેં કિશોરી ની ઉંમર પણ ન જોતાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ કિશોરીએ તેના માતા ને કરતાં તેઓ તેમના પતિને જાણ કરી હતી અને સમગ્ર ઘટના તેમના ફળિયાના અગ્રણીઓને કહેવામાં આવી હતી.આ ઘટનાનો કોઇ નિકાલ ન આવતા 4 તારીખના રોજ કિશોરીના માતા-પિતા દ્વારા શહેરા પોલીસ નો આશ્રય મેળવ્યો હતોત્યારે આજ ગુના ના આરોપીને રાતોરાત શહેરા પોલીસે પકડી પાડી લોકઅપમાં ભેગો કર્યો હતો.

આ બાબતે જિલ્લા પોલીસ વડા ડો. લીના બેન પાટીલને થતા તેઓએ તેમના દ્વારા તપાસ સી. પી. આઈ. પી. આઈ. નકુમને સોંપીને તપાસ ધમધમાટ ચાલુ કરવામાં આવી હતીઅને જિલ્લા પોલીસ વડા દ્વારા સ્થળ ચકાસણી કરી આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી હાલ આરોપી પર 376 કલમ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે