નસવાડી તાલુકાના રાજપુરા ગામે મુખ્ય રસ્તા પર અશ્વિન નદી આવતી હોય, જે નદી પર વર્ષો જૂનો લો લેવલનો કોઝવે આવેલો છે. જે કોઝવેનું ધોવાણ થયું હોય. ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોઝવેમાં એટલું ધોવાણ થયું છે કે વચ્ચેથી કોઈ વાહન પસાર ન થઇ શકે ગામના લોકો કોઝવેની આજુબાજુની પાળી પર અવર જવર કરવા મજબૂર બન્યા હતા. રોડ રસ્તા વ્યવસ્થિત કરવાની જવાબદારી માર્ગ અને મકાન વિભાગની હોય છતાંય ધ્યાન અપાયું ન હતુ. વિસ્તારમાં પરિસ્થિતિ એવી સર્જાઈ કે ગામમાં 108 આવી ન શકે કે ન કોઈ અન્ય વાહન આરોગ્ય સુવિધાઓ માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ખાસ ગર્ભવતી મહિલાઓ વધુ હેરાન થાય છે.
આ વિસ્તારમાં લો લેવલના કોઝવેના ધોવાણ સતત સાત વર્ષથી થાય છે જેથી ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકોની વારમ વાર રહુઆતો થતા સંખેડા ધારાસભ્ય અભેસિંગ તડવી આ બાબતે નોંધ લઈ તત્કાલ માર્ગ મકાનને સૂચના આપી સ્થળ પર રાજપુરા ગામ પોહચ્યાં હતા. અને કોઝવે પર ટેમ્પરરી પુરાણ કરાવી ગ્રામજનોની મુલાકત કરી ચર્ચા કરી હતી. અને દિવાળી સુધી આ કોઝવેને રિપેરીંગ કરી લોકોને ઉપયોગી થાય તેવું આયોજન કરવા તંત્રને સૂચના આપી છે. અને સરકારમાં 166 લાખની આ જગ્યાએ બ્રિજ બને તેવી દરખાસ્ત કરાઈ છે. એકંદરે ધારાસભ્ય જાતે સ્થળ મુલાકાત કરી ગ્રામજનોને પડતી મુશ્કેલી જોઈ પોતે પણ ચિંતિત બન્યા હતા.