ચીખલી: કોરોના કપરા કાળમાં લોકોને મદદથવા માટે ગતરોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા ગામમાં કૃપા ડિજિટલ એન્ડ કોમન સર્વિસ સેન્ટરના નેજા હેઠળ ફ્રી ઓફ ચાર્જમાં યુવિન કાર્ડનુ વિતરણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના રાનકુવા ગામે માં કૃપા ડિજિટલ એન્ડ કોમન સર્વિસ સેન્ટર દ્વારા યુવીન કાર્ડનું વિના મૂલ્યે રજિસ્ટેશન કરવામાં આવ્યું હતું જેમાં ૬૫૦ જેટલા લાભાર્થીને યુવીન કાર્ડ (શ્રમિક કાર્ડ) નુ રજીસ્ટેશન કરી તેનું વિતરણ રાનકુવા ગામના ઇન્ચાર્જ સરપંચ શ્રી આનંદભાઈ માજી ચેરમેન ખેતીવાડી/સિંચાઇ શ્રી હિતેનભાઈમાં કૃપા ડિજિટલ ના સંચાલક જીગરભાઈ બારોટ દ્વારા રજીસ્ટેશન કરી યુવિન કાર્ડ ૬૫૦ જેટલા લાભાર્થી ને વિતરણ કરવામાં આવ્યા.

આ પ્રસંગે રાનકુવા ગામના ઇન્ચાર્જ સરપંચ શ્રી આનંદભાઈ અને માજી ચેરમેન ખેતીવાડી/સિંચાઇ શ્રી હિતેનભાઈDecision Newsને જણાવ્યું કે યુવિન કાર્ડ (શ્રમિક કાર્ડ) લાભાર્થીઓ માટે સરકારની વિવિધ યોજનામાં લાભ લેવામાં કામ આવે છે જેમ કે ૧. અકસ્માત સહાય – અવસાન થાય તો ૧ લાખ રૂપિયા ૨. ગંભીર બીમારીમાં સહાય – ૩ લાખ રૂપિયા સુધી (હદય રોગ,કિડની કેન્સર,જેવા જીવલેણ રોગ) ૩. શિક્ષણ સહાય – બાળકો માટે રહવા જમવાની સુવિધાવાળી હોસ્ટેલ ૪. કાનૂની વળતર – અકસ્માત વળતર માટે કેસ લડવા ૫૦,૦૦૦ રૂપિયા માટે આ પ્રમાણેની વિવિધ યોજનાનો લાભ લેવાના ઉપયોગી બને તે માટે વધુમાં વધુ લોકો આ કાર્ડનો રજીસ્ટેશન કરી લાભ મેળવવા અનુરોધ કર્યાં હતો.