ગુજરાતમાં જંગલ માંથી ગામડામાં ખોરાકની શોધમાં દીપડાઓ આવી જતા હોઈ છે એવી ઘટનાઓ સામે આવે છે ત્યારે એવી જ એક ઘટના ડાંગ જિલ્લા વઘઇ કૃષિ મહાવિદ્યાલયનાં કેમ્પસમાં ગત રાત્રે 10.30 કલાકે જંગલ વિસ્તારમાંથી ખોરાકની શોધમાં ભટકી રહેલો દીપડો આવી ચડ્યો હતો.
દીપડાએ કેમ્પસમાં પાળેલા કૂતરાનું મારણ કરી લઈ જતા અહીં રહેતા કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. હાલમાં કોરોનાની મહામારીનાં પગલે કૃષિ મહાવિદ્યાલયનાં કેમ્પસમાં વિદ્યાર્થીઓ નહીં હોવાનાં પગલે મોટી દુર્ઘટના ટળી હતી.
નવસારી કૃષિ યુનિવર્સિટીનાં વઘઇ મહાવિદ્યાલયમાં માત્ર કર્મચારીઓ જ પોતાના સ્ટાફ કવાટર્સમાં હોય તેઓએ પણ રાત્રિનાં અરસામાં કૂતરાનાં વારંવાર ભસવાનાં અવાજથી શંકા ગઈ હતી. કૃષિ મહાવિદ્યાલયનાં આચાર્ય સહિતનાં સ્ટાફે સવારે મહાવિદ્યાલયનાં કેમ્પસનાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા દીપડો કેમ્પસમાંથી કૂતરાનું મારણ કરી લઈ જતા ઝડપાયો હતો. કૃષિ મહાવિદ્યાલય વઘઇનાં કેમ્પસમાં પ્રથમ વખત દીપડો ઘૂસી જતા મહાવિદ્યાલયના સ્ટાફમાં ભયનો માહોલ છે.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)