સુરત: આજરોજ આમ આદમી પાર્ટી ઉમરપાડા તરફથી તાલુકા વિકાસ અધિકારી ઉમરપાડાને કામરેજ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ચુંટાયેલા બે જન પ્રતિનિધિઓને અન્યાય વિરોધમાં છેલ્લાં ચાર દિવસથી ચાલી રહેલા આમરણાંત ઉપવાસ બાબતે આવેદન આપવામાં આવ્યું હતું

Decision News મળેલી માહિતી મુજબ કામરેજ તાલુકા પંચાયતની ગ્રાન્ટ બાબતે આમ આદમી પાર્ટીના ચુંટાયેલા બે જન પ્રતિનિધિઓને અન્યાય થવાના કારણે અનેક વખતની રજુઆતો પગલે પણ કોઈપણ પ્રકારના નિર્ણય પર ન પોહચેલા તંત્ર સામે છેલ્લા પાંચ દિવસથી કામરેજ તાલુકા સદસ્ય જે. ડી. કથીરીયા, સુરત જીલ્લા પ્રમુખ બટુકભાઈ વાડદોરીયા, સુરત જીલ્લા સંગઠન મંત્રી રોહિત જાની, આપ ના કામરેજ તાલુકા પ્રમુખ સંજય રાદડિયા તેમજ તાલુકા સંગઠન મંત્રી ભાવેશભાઈ રાદડિયા વગેરે પાંચ વ્યક્તિઓ આમરણાંત ઉપવાસ પર બેઠેલા છે. છતા પણ પ્રશાશન દ્વારા કોઈ પગલાં હજુ સુધી લેવામાં આવ્યા નથી.

આવનારા સમયમાં આ જન આંદોલન મોટું થાય તેમની તમામ જવાબદારી સરકારની, પોલીસ તેમજ અધીકારીઓની રહેશે. આ પ્રસંગે ઉમરપાડા આમ આદમી પાર્ટીના પ્રમુખ ગૌરાંગ વસાવા, લીગલ સેલનાં પ્રમુખ હરેશ વસાવા,યુવા પ્રમુખ બિપીન વસાવા અને રાકેશ વસાવા સહીત અન્ય કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.