પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બંગાળ ભાજપના નેતા બાબુલ સુપ્રિયોએ રાજકારણ માંથી સન્યાસ લઇ લીધો છે. બાબુલ સુપ્રિયોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને કહ્યુ કે, તે રાજનીતિમાં માત્ર સમાજ સેવા માટે આવ્યા હતા. હવે તેમણે પોતાનો રસ્તો બદલવાનો નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યુ કે લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં રહેવાની જરૂર નથી. તે રાજનીતિથી અલગ થઇને પણ પોતાના તે ઉદ્દેશ્યને પૂર્ણ કરી શકે છે, તેમની તરફથી આ વાત પર ભાર આપવામાં આવ્યો છે કે તે હંમેશાથી ભાજપનો જ ભાગ રહ્યા છે અને રહેશે. તે કહે છે કે તેમના આ નિર્ણયને તે સમજી જશે. વધુમાં જણવ્યું કે મેં એક મહિનામાં સરકારી ઘર ખાલી કરી નાખીશ અને સંસદ સદસ્ય પદ પરથી પણ રાજીનામું આપું છું
''मैं एक महीने के भीतर अपना घर (सरकारी आवंटित आवास) छोड़ दूंगा। मैं संसद सदस्य पद से भी इस्तीफा दे रहा हूं।" : बीजेपी सांसद और पूर्व केंद्रीय मंत्री बाबुल सुप्रियो
(फाइल तस्वीर) pic.twitter.com/6MNg8bIqyI
— ANI_HindiNews (@AHindinews) July 31, 2021
કેટલાક દિવસથી બાબુલ સુપ્રિયોની ચુપ્પી અને ભાજપમાં તેમની ઓછી થતી ભૂમિકા પર કેટલાક સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા. અટકળો હતી કે બાબુલ કોઇ મોટો નિર્ણય લઇ શકે છે. હવે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તે તમામ વિવાદો પર પણ બાબુલે વિસ્તારથી વાત કરી છે, તેમણે કહ્યુ કે પાર્ટી સાથે મારા કેટલાક મતભેદ હતા. તે વાતો ચૂંટણી પહેલા જ તમામ સામે આવી ચુકી હતી. હાર માટે હું પણ જવાબદારી લઉં છું પરંતુ બીજા નેતા પણ જવાબદાર છે.