આજરોજ 11:૦૦ કલાકે ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ વરિષ્ઠ ટ્રસ્ટીઓ શ્રી ગોવિંદભાઈ રાવલ સ્વ શ્રી અરવિંદભાઈ દેસાઈ અને સુશ્રી રાધાબહેન ભટ્ટ ગૂજરાત વિદ્યાપીઠ મંડળને આપેલી દીર્ધકાલીન સેવાઓને બિરદાવવા સારું અભિવાદન સમારોહનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે.
ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ આદરણીય ઇલાબહેન ભટ્ટ આ સમારોહનું અધ્યક્ષપદ સંભાળશે. ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક આદરણીય ડૉ રાજેન્દ્રભાઈ ખીમાણી તથા ગૂજરાત વિદ્યાપીઠના મંડળના ટ્રસ્ટીશ્રીઓ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહશે.
આ સમારોહનું લાઈવ link:-https//youtube/f2oUHfykzwU ચેનલ પરથી પ્રસારણ કરવામાં આવશે જે સંદર્ભે આપ જોડાઈ શકો છો.











