માંડવી: આજરોજ માંડવી તાલુકામાં જનક્રાંતિ સેના દ્વારા માંડવી પ્રાંત અધિકારી અને મામલતદારશ્રીને સંબોધીને નવસારી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં બનેલા આપઘાતના શંકાસ્પદ મામલામાં યોગ્ય તપાસ થાય અને મૃતક યુવાનોના પરિવારોને ન્યાય મળે એ અર્થે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે આજે માંડવી તાલુકા પંચાયતમાં પ્રાંત અધિકારી અને મામલતદારશ્રીને જનક્રાંતિ સેના દ્વારા બનેલ આદિવાસી યુવાનોની અપમૃત્યુની ઘટનામાં આવેદનપત્ર આપવામાં આવ્યું કે આ આદિવાસી યુવાનોના અપમૃત્યુ થયા નથી તેમની હત્યા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે જેથી કરીને તાત્કાલિક ધોરણે ત્યાં હાજર જે તે અધિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવા આવે તેવી સમગ્ર જનક્રાંતિ સેના દ્વારા અને આદિવાસી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.
આદિવાસી સમાજના લોકો સાથે પોલીસ તંત્ર દ્વારા આવી અમાનુષી વ્યવહાર કરવો આ આજની આદિવાસી યુવા પેઢી સાંખી લેશે નહિ. ડાંગના યુવાનો સાથે કરવામાં આવેલા આ વર્તન વિરુદ્ધ કડક પગલાં ભરવામાં ન આવે તો આવનારા સમયમાં જનક્રાંતિ સેના માંડવી દ્વારા ઉગ્ર આંદોલનની પણ અમે ચીમકી ઉચ્ચારી છે.