દાનહ: ગતરોજ દાદરા નગર હવેલીના વનવિભાગ દ્વારા સ્થાનિક જંગલ વિસ્તારમાં ૩૦૦ હેક્ટરમાં 4.80 લાખના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં વનવિભાગ દ્વારા રોપવામાં આવેલા રોપાઓમાંથી 80થી 90 ટકા રોપાઓ મોટા થતાં જોવા મળે છે.

Decision Newsને પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે ગતરોજ સંઘપ્રદેશના દાદરા નગર હવેલીના વનવિભાગ દ્વારા સિલી, સાયલી, ઉંમરકુંઈ, સીડોની, ખાડોલી, વાંસદા, સેલ્ટી, કરચોડી તેમજ કિલવાની જેવા ગામોના સ્થાનિક જંગલ વિસ્તારોમાં ચાલુ વર્ષ દરમિયાન 300 એક્ટર 4.80 લાખના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં કાજુ, સરગવો સીતાફળ, સાગ તેમજ ખેરના વૃક્ષના રોપાઓ સમાવેશ કર્યો હતા.

આજની પેઢી પર્યાવરણ બાબતે ખુબ જાગૃત બની છે જેના કારણે મોટાભાગના સ્થાનો પર જે તે દિવસોમાં વૃક્ષારોપણનું કાર્ય થતું જ રહે છે. જો આવનારા સમયમાં યુવાનો અને તંત્ર પર્યાવરણ બાબતે સભાનતાથી આગળ વધે તો આપણે આપણા પર્યાવરણની ભેટ આવનારી પેઢીને આપી શકીશું.