દાનહ: આજરોજ સવારના ૧૦:૩૦ વાગ્યાની આસપાસ દાદરા નગર હવેલી સેલવાસમાં આવેલ દૂધની ગ્રુપ ગ્રામ પંચાયત કરચોંડથી ઉમરમાથા જતાં રસ્તા પર GJ-15-CK-3417 નંબરની ફોર વ્હીકલ ઘાટ ચડતી વખતે અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો
Decision Newsને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ દાદરા નગર હવેલી સેલવાસમાં આવેલ દૂધની ગ્રુપ ગ્રામ પંચાયત કરચોંડથી ઉમરમાથા જતાં રસ્તા પર લગભગ ૧૦:૩૦ વાગ્યાના સમયગાળામાં GJ-15-CK-3417 નંબરની ફોર વ્હીકલ ઘાટ ચડતી વખતે ચાલકને સ્ટેરીંગ કંટ્રોલ થતાં પલટી મારી જવાથી ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સર્જાય હતું પરંતુ ચાલકે ચાલુમાં પોતાનો જીવ બચાવવા ગાડીમાંથી કુદી ગયો હતો. રાહતની વાત એ બની કે કોઈપણ પ્રકારની આ અકસ્માતમાં જાનહાની થઇ નથી.
દાનહના ગાડવી ગૃપ ગ્રામપંચાયત દ્વારા આપવામાં આવેલ તાજા જાણકારી પ્રમાણે આ GJ-15-CK-3417 નંબરની ફોર વ્હીકલ વલસાડ જિલ્લાના સીતારામ રવજીભાઈના નામે રજીસ્ટ્રેટ છે આ અકસ્માતમાં ફોર વ્હીકલનું નુકશાન થયું છે જ્યારે ચાલકને નાની મોટી ઈજાઓ થવા પામી હતી જેની સારવાર તેઓએ તાત્કાલિક ધોરણે કરાવી લીધી હતી.