દાનહ: વર્તમાન સમયમાં આપણા દેશમાં સ્વચ્છતા અભિયાનને લઈને ખુબ જ સકારાત્મક સંદેશાઓ સરકાર દ્વારા પોહચાડવા આવી રહ્યા છે ત્યારે આજરોજ દાદરા નગર હવેલી સેલવાસમાં આવેલ મધુબન ડેમની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ પ્રવાસન સ્થળો પર લોકો બેફામ રીતે કચરા નાખી સ્થળને પ્રદુષિત કરતા હોય છે ત્યારે હાલના સમયમાં મધુડેમને જોવા આવતા પ્રવાસીઓ દ્વારા દાદરા નગર હવેલી સેલવાસના ડેમની આજુબાજુમાં વિસ્તારમાં કર્તવ્ય NGO અને ઓઇલ લાઈવની ૨૦ વ્યક્તિઓની ટીમે આજરોજ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.
મધુબન ડેમની જોવા અને રજાનો આનંદ માણવા આવતા પ્રવાસીઓ દ્વારા આજુબાજુમાં વિસ્તારમાં ફેંકવામાં આવેલ પ્લાસ્ટિક બેગ, બિયરની બોટલ અને પાણીની બોટલ વગેરેનો કચરો ફેંકવામાં આવ્યો હતો જે આ વરસાદી વાતાવરણમાં આસપાસના વિસ્તારને પ્રદુષિત કરતો હતો કદાચ એના કારણે રોગચાળો પણ ફાટી નીકળવાનો ભય ઉભા શકે એમ હતું. આ બાબતોને ધ્યાનમાં લઇ આ સ્વચ્છતા અભિયાન આદરવામાં આવ્યું હતું.