દિલ્લી: આજના કારગિલ વિજય દીવસ નિમિત્તે દેશના ઠેર ઠેર જગ્યાએ આર્મીના શહીદ થયેલા જવાનોને યાદ કરી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આજે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને CDS બિપિન રાવત લદ્દાખમાં દ્રાસ લેક્ટરની મુલાકાત કરી છે.
ઉલ્લેખનીય છે કે 1999માં પાકિસ્તાન સાથે થયેલા કારગિલ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ યુદ્ધ 60 દિવસ સુધી પાડોશી દેશના સૈનિકોને જોરદાર લડત આપી 26 જુલાઈ એટલે કે આજના દિવસે વિજય મેળવ્યો હતો તેથી આજ દિવસને સૈનિકોના સન્માનમાં કારગિલ વિજય દિવસ તરીકે દર વર્ષે આપણા દેશમાં ઉજવાય છે.
Decision Newsએ અન્ય માધ્યમો પાસેથી મેળવેલી જાણકારી અનુસાર 26 જુલાઈ, 2021 ના રોજ રાષ્ટ્રપતિ કારગિલ યુદ્ધ દરમિયાન શહીદ થયેલ ભારતીય સશસ્ત્ર સેનાને શ્રદ્ધાંજલિ આપશે.આ ઉપરાંત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કારગિલ યુદ્ધ દરમિયાન શહીદ થયેલા જવાનોને દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે ત્રણ સેનાના વડાઓ સાથે શ્રદ્ધાંજલિ આપી છે