વાંસદા: સોમવારથી ધોરણ-9થી 11ની સ્કૂલોમાં ઓફલાઇન એજ્યુકેશનનો આરંભ થઇ રહ્યો છે ત્યારે કોરોના ન ફેલાયએનું વિશેષ ધ્યાન રાખતા સ્કૂલોએ વિદ્યાર્થીઓને માસ્કની સાથે ફેસ શિલ્ડ અને સર્જિકલ હેન્ડગ્લોવ્ઝ પહેરવા કડક સૂચનો કરવામાં આવ્ય છે.
Decision Newsએ લીધેલી વાંસદા તાલુકાની પ્રતાપ હાઈસ્કુલની મુલાકાતમાં જણાયું કે પહેલા દિવસે 75 ધોરણ-9 અને 11ના 70થી 85 ટકાની વચ્ચે વિદ્યાર્થીઓને હાજરી જોવા મળી હતી. સવાર 7:૩0 ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓ સ્કુલ કોરોના ગાઇડ લાઇન પાલન કરતાં હોય તેમ બધાના જ ફેસ માસ્ક જોવા મળ્યું હતું. સ્કૂલોમાં રંગોળી, ફુલોથી સુશોભન કરી વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું હતું.
હાલમાં કોરોનાની ત્રીજી લહેરમાં ધોરણ-9થી 11ની વિદ્યાર્થીઓ ઝપેટમાં ન આવે તે માટે સ્કૂલો દ્વારા ખાસ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. ખિસ્સામાં સેનિટાઇઝર રાખવું પડશે. સ્ટાફ માટે કોરોના ગાઈડલાઈન્સ પાળવી ફરજિયાત કરવામાં આવી છે.