ડેડીયાપાડા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022 માટે તમામ રાજકીય પાર્ટીઓએ જીત માટે જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી આદિવાસી નેતા ગણાતા છોટુભાઈ વસાવાના નેતૃત્વમાં 100થી વધુ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડે એવું વાતાવરણ દેખાય રહ્યું છે.
Decision News ભારતીય ટ્રાઇબલ પાર્ટી ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં પોતાના ઉમેદવારો ઉભા રાખશે જેને લઈને આદિવાસી આગેવાનોની સાથે બેઠકો ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા દ્વારા શરુ કરી દેવામાં આવી છે. જેમાં આદિવાસી મુદ્દા પર ખાસ ભાર મૂકી પાર્ટીના અને સમાજના આગેવાનોને કામે લાગી જવાનું આહવાન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં હાજર આગેવાનોના કહ્યા પ્રમાણે ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું કે અમે આગામી 2022ની ચૂંટણીમાં એકલા હાથે લડીશું. 100થી વધુ અમે ઉમેદવારો BTPના ચિન્હ પર લડશે, આખા દેશમાં આદિવાસી વિસ્તારોમાં છોટુભાઈ વસાવાનું મોટું નામ છે અને લોકો તેમને માને છે. યુ.પી. બિહાર અને ગુજરાતમાં જો અમારી ગણતરી પ્રમાણે સીટો આવી તો આદિવાસી અલગ રાજ્ય ‘ભીલીસ્તાન’ની અમે અલગ માંગણી કરી છે જેના પાર કામ કરીશું, કેમકે ભાજપ, કોંગ્રેસ અને આપ કોઈ આદિવાસીઓના હક્કો માટે નથી લડતા. અમે સિડ્યુલ 5 અને બંધારણની જોગવાઈ પ્રમાણે આદિવાસીઓના હક્કો મેળવીને ઝંપીશું કહી પોતાની પાર્ટીની જીત માટેની વાત કરી હતી.