વાંસદા: ગતરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ૨૧ જુલાઈએ ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનોની કસ્ટોડિયલ ડેથની યોગ્ય તપાસ કરવા બાબતે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના રવિ જાદવ તેમજ સુનીલ પવાર ચીખલી પોલીસ દ્વારા પોતાની કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા ત્યાર બાદ તેમના શંકાસ્પંદ મોત થયેલ છે આ બે આદિવાસી યુવાનોની કસ્ટોડિયલ ડેથ શંકા ઉપજાવે તેવી છે માટે આ બનાવની યોગ્ય તપાસ થાય ઘટના સમયે હાજર પોલીસ સ્ટાફના નાર્કોટેસ્ટ કરવામાં આવે તેમજ જ્યાંથી આદિવાસી બાળકોને અટકાયત કરવામાં આવી તે વઘઈ ગામના CCTV ફૂટેજ તેમજ ચીખલી પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજની યોગ્ય તપાસ કરવામાં આવે એવી માંગણી આ આવેદનપત્ર દ્વારા કરવામાં આવી છે જેની એક નકલ મામલતદાર કચેરી વાંસદા, પોલીસ સ્ટેશન વાંસદા, અને ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રીને પોહચતી કરવામાં આવી છે.
વાંસદાના આદિવાસી સમાજના યુથ લીડર ચિરાગ પટેલ આ બનાવ વિષે Decision Newsને જણાવે છે કે