ગુજરાત: કોરોનાના કપરા કાળમાં વચ્ચે સ્કૂલો જલ્દી શરૂ કરવા માંગણી થતા આખરે સરકારે આગામી તા. 26 તારીખ જુલાઇ-2021થી શાળાઓના ધોરણ 9 થી 11 ના વર્ગો 50 ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
Decision Newsને મળેલી વિગતો અનુસાર શાળા ખુલવા સાથે શાળામાં જનારા બાળકોને કોઈ સંક્રમણ લાગે તો સ્કૂલ કે સરકાર જવાબદાર ન રહે તે માટે બાળકને વાલીઓએ પોતાની રિસ્ક ઉપર શાળાએ મોકલવાનું રહેશે. વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીની સહી સાથેનું લેખિત સંમતિપત્રક પણ લાવવા જણાવી દેવામાં આવ્યું છે. અને ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ તો ચાલુ જ રાખવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કોર કમિટીમાં કર્યો હતા
કોર કમિટીમાં નક્કી થયેલ ધારા-ધોરણો મુજબ ધો-9થી 11ના વર્ગો આગામી 26 જુલાઈ-2021થી શાળાઓમાં શરૂ થાય ત્યારે કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન-SOPનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે.