પંચમહાલ: ગુજરાતના પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના જોધપુર ગામે ખેતરમા ઉગાડવામા આવેલા ગાંજાનાજથ્થા સાથે એક ઇસમની એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે અટકાયત કરીને ૬,૪૯,૭૦૦ લાખ રૂપિયાનો મૂદામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે પંચમહાલ જીલ્લા SOG ગોધરા પોલીસને બાતમી મળી હતી કે શહેરા તાલૂકાના જોધપુર ગામે રહેતા રમેશભાઈ અમલાભાઈ ખાંટે પોતાના ખેતરમાં ગાંજાનુ વાવેતર કર્યુ છે. આથી PI એમ.પી પંડયા અને એમની ટીમે જોધપુર ગામમાં રેડ કરી હતી. જેમા પોલીસે ખેતરમા જઈ તપાસ કરતા અલગ અલગ ગાંજાના છોડ મળી આવ્યા હતા. જુઓ આ વિડીયોમાં..
હાલમાં તાજા જાણકારી અનુસાર પોલીસે આ મામલે આરોપી ઇસમ રમેશખાંટને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સાથે-સાથે ૩૫ જેટલા છોડ મળી ૬,૪૯,૭૦૦ લાખ રૂપિયાનો મૂદામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે