પારડી: ગતરોજ ગુજરાત પ્રદેશના ભાજપના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબને એક વર્ષ પુર્ણ થયા તરીકે ભાજપ યુવા મોરચા પારડીના તાલુકાના કાર્યકર્તાઓ દ્વારા પંચાલાઈ ગામમાં બ્લડ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ગામના લોકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે પારડી તાલુકાના ભાજપ યુવા મોરચા દ્વારા પ્રદેશના ભાજપના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબના સફળતાપૂર્વક એક વર્ષ પુર્ણ થયાના નિમિત્તે ગઈકાલે પારડીના પંચાલાઈ ગામમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજર રહેલા લસાડ જિલ્લાના યુવા મોરચા મહામંત્રી મયંકભાઈ પટેલે જણાવ્યું કે કોરોના કાળમાં આજના કેમ્પમાં એકઠું થયેલું રક્ત જરૂરીયાતમંદ લોકોને મળશે એ અમારા માટે આનંદની વાત છે. જ્યારે તાલુકા પંચયતના સભ્ય અંકિતભાઈ પટેલ કહે છે સમાજને ઉપયોગી બનવા હંમેશા તત્પર છીએ અને આ કેમ્પમાં જે કાર્યકર્તાઓ સહયોગ આપ્યો તે બદલ હું તેમનો પણ આભાર માનું છે અને અગામી સમયમાં પણ આવા કાર્યક્રમો યોજાતા રહે એવા અમારા પ્રયાસો રહશે.
આ પ્રસંગે વલસાડ જિલ્લા ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ વલસાડ જિલ્લાના યુવા મોરચા મયંકભાઈ પટેલ પારડી, તાલુકા સંગઠન મહામંત્રી મુકેશભાઈ પટેલ,અજયભાઈ પટેલ, પારડી તાલુકાના યુવા મોરચાના પ્રમુખ અભિભાઈ ભંડારી , મહામંત્રી જીગ્નેશભાઈ પટેલ તાલુકા પંચયતના સભ્ય અંકિતભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ પારડી સંગઠનના ઉપપ્રમુખ રાજુભાઈ આહિર પંચલાઈ,ગામના સરપચશ્રી સતિષભાઈ પટેલ ઉપસ્થિત રહીયા હતા.