વાંસદા: ગતરોજ વાંસદાના તાલુકા પંચાયત 17-પીપલખેડ સીટ દ્વારા વાડીચોઢા ગામમાં ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલની યશસ્વી કામગીરીને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થતા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદાના તાલુકા પંચાયત 17-પીપલખેડ સીટ દ્વારા વાડીચોઢા ગામમાં ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલની યશસ્વી કામગીરીને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ નિમિત્તે યાદગીરી સ્વરૂપે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષારોપણ કરી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે વાંસદાના તાલુકા પંચાયત પ્રમુખશ્રી શાંતુભાઇ, ઉપ પ્રમુખશ્રી દશરથભાઈ, કારોબારી અઘ્યક્ષ શ્રી રસિકભાઈ નવસારી જિલ્લા મહામંત્રી શ્રી ભગુભાઈ પીપલખેડ, શ્રી ગણપતભાઈ, કમલેશભાઈ વાડીચોઢા સરપંચ શ્રી સંજયભાઈ, રવાણીયા સરપંચ શ્રી રમણભાઈ, વાડીચોઢા ગામના આગેવાન શૈલેષભાઇ, વિજયભાઈ, હસમુખભાઈ અન્ય યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.

