કપરાડા: આજરોજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના સફળતાપૂર્વક પુરા થયેલા એક વર્ષ નિમિત્તે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢાં પંચાયત હોલ ખાતે મંગળવારે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂવાત કરાવી હતી
Decision Newsને મળેલી જાણકારી અનુસાર આ જિલ્લા ભાજપ અધ્યક્ષ હેમંત કંસારા એ જણાવ્યું કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ના શાસનને આજે એક વર્ષ પૂર્ણ થતાં હોય. રક્તદાન કેમ્પ,વૃક્ષારોપણ,વોટર હારવેસ્ટિંગ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ધારાસભ્ય જીતુ ચૌધરીએ જણાવ્યું કે કપરાડા તાલુકામાં 1 લાખ મેદની ભેગી કરવી હોય તો કરી શકાય છે, પરંતુ રક્તદાન માટે 1 હજાર લોકોને ભેગા કરવાનું કામ કપરું છે. જોકે હવે ધીરે ધીરે લોકોમાં રક્તદાનની મહ્ત્વતા સમજાતા લોકો આગળ આવી રહ્યા છે. તેવા સમયે ભાજપ સંગઠન દ્વારા કરાઈ રહેલા રક્તદાન કેમ્પો ખરા અર્થમાં ઉપયોગી સાબિત થશે. જુઓ આ વીડિઓ માં…
વલસાડના યુવા મોરચાના મહામંત્રી મયંક પટેલનું કહેવું હતું કે આ રક્તદાન શિબિરનું આયોજન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના સફળતાપૂર્વક પુરા થયેલા એક વર્ષની ખુશીમાં તો ખરું જ પણ સાથે સંભવિત ત્રીજી લહેરમાં જરૂરીયાતમંદ લોકોને રક્ત મળી રહે એવા શુભ આશય પાર્ટી તથા પાર્ટીના કાર્યકર્તાનો રહ્યો હતો. આ પ્રસંગે તાલુકા યુવા મોરચા પ્રમુખ વિપુલ ભોંયા, મહામંત્રી દિવ્યેશ રાવુંત સહિત સ્થાનિક ભાજપ આગેવાનો સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વડખભા સ્થિત હેકસ કંપનીના છોટુ ભાઈ રંગાએ પણ કેમ્પમાં ઉપસ્થિત રહી કંપનીના કર્મચારીઓ પણ રક્તદાન કર્યું હતું.