માંગરોળ: ગતરોજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં વનીકરણ રેંજના ઝંખવાવ ગ્રાઉન્ડમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા અમૃતભાઇ માલીને ઝંખવાવ માંડવી વચ્ચે આવેલા વીસ ડાલિયા ગામના પાટિયા નજીક રસ્તા પર કાર ચાલકે અડફેટે લેતા તેઓ ઘટના સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ છેલ્લા ચાર વર્ષથી તેઓ માંગરોળ વનીકરણ રેંજમાં ફરજ બજાવતા અમૃતભાઈ મનસુભાઈ માલી ડાંગ જિલ્લાના હતા. ગતરોજ જ્યારે પોતાની બાઈક પર ડાંગથી માંગરોળ આવવા નીકળ્યા હતા ત્યારે વીસ ડાલિયા ગામ પાસેના રસ્તામાં જ કારની અડફેટે આવતા તેમના માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળે પર જ તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને વનવિભાગના કર્મચારીઓની ટીમ ઘટના સ્થળ પર પોહચી ગઈ હતી. પોલીસ દ્વારા હાલમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટના વિષે વનવિભાગ દ્વારા પરિવારને પણ જાણ કરી દેવામાં આવી છે