આહવા: ગતરોજ ડાંગ ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ સંગઠન દ્વારા ડાંગમાં ફરીવાર મનીષભાઈ મારકણાના કરેલા કર્યો અને લોકસંપર્કને ધ્યાનમાં લઈને તેમના પર વિશ્વાસ મૂકી ડાંગ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી
Decision News મળેલી માહિતી મુજબ ગતરોજ આમ આદમી પાર્ટી દ્વારા સુરત ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી જેમાં આદિવાસી વિસ્તાર ધરાવતા જિલ્લા ડાંગમાં ફરી એક વખત મનીષભાઈ મારકણાને આમ આદમી પાર્ટીના ડાંગ જિલ્લાનું પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે જેને લઈને ડાંગના આપ ના કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી રહી છે.
મનીષભાઈ મારકણાએ Decision Newsને જણાવ્યું કે મારામાં વિશ્વાસ મૂકી મને ફરીથી ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી આપી તે બદલ પ્રદેશ સંગઠનના સંસ્થાપક શ્રી કિશોરભાઈ દેસાઇ, પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠીયા, સંગઠન મંત્રી શ્રી રામભાઇ ધડુક, સહ સંગઠન મંત્રી શ્રી સન્નીભાઈ કીકાણી અને તમામ પ્રદેશ હોદ્દેદારો આભાર માનું છું અને પક્ષને મજબુત કરવા માટે મને જે જવાબદારીને સોંપવામાં આવી છે તેને નિષ્ઠાપૂર્વક નિભાવવા હું હંમેશા કટિબદ્ધ રહીશ.