ડાંગ: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સંતાકૂકકડી રમી રહેલો મેઘો આજે પ્રદેશમાં મોટાભાગ તાલુકામાં મન મુકીને વરસી રહ્યો છે ત્યારે ડાંગમાં પણ હવે મેઘ મહેર શરૂ થઇ ગઇ છે. ડાંગમાં નદીઓ નાળાઓ ઉભરતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
Decision Newsને મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ત્યારે નદીઓ અને નાળાઓ પણ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે છલકીને વહી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ઘણાં આવેલા વરસાદના કારણે ડાંગમાં ખેડૂતો ખુબ જ ખુશ બન્યા છે તેમણે પોતાની ડાંગરની ખેતી કરવામાં મંડી પડેલા દેખાઈ છે.
ડાંગનાની ધરતીના ધરતીપુત્રોને મળવા અને કુદરતી સોંદર્યને માણવા નીકળેલા કિરણ પાડવી જણાવે છે કે હાલમાં ડાંગના ધરતીપુત્રો વરસાદના આવવાના કારણે ખુબ જ ખુશ છે અને ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. હાલમાં ડાંગનો નજારો તમારા મનને તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી સંતાકૂકકડી રમી રહેલો મેઘો આજે રાજ્યમાં ખૂબ મન મુકીને વરસી રહ્યો છે.જુઓ આ વીડિઓ માં…