વાંસદા: દક્ષિણ ગુજરાતના વિસ્સ્તારમાં રહેતા આદિવાસી સમાજના લોકો ચોમાસાં દરમિયાન જંગલોમાં ઉગતી નવી નવી વનસ્પતિઓ કંદમૂળ વગેરેની વાનગીઓ બનાવી પોતાના બનાવે છે આવું જ આળીમ ચોમાસાની સિઝનમાં નીકળી આવતી એક પ્રકારનું કંદમૂળ ‘આળીમ’ જેને આદિવાસી લોકો આળીમ નામથી ઓળખાવે છે.

Decision News સાથે વાત કરતાં કિરણ પાડવી આ આળીમ વિષે જણાવે છે કે આળીમ એ વરસાદી મોસમમાં નીકળી આવતી એક પ્રકારની કંદમૂળ છે. આ આળીમ સ્વાદે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. મોટાભાગે આળીમ ઝાડી ઝાંખરા જંગલમો નીકળે છે. મારા મતે આળીમ બે પ્રકારની હોય છે. મોટી અને નાની. નાની આળીમને આદિવાસી લોકો “સીતા આળીમ” તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણાં ખરા આદિવાસી વડીલો આ આળીમનો ઉપયોગ ઔષધિ તરીકે માનતા જોવા મળે છે.

આજે તમે નહિ માનો ! આદિવાસી સમાજનાં લોકો આવી આળીમ જંગલોમાંથી કાઢીને બજારોમાં એનું વેચાણ કરી પોતાની રોજગારી પણ રળતાં આપણી નજરે ચઢે છે. વાંસદાના માર્કેટમાં આળીમ વેચવા બેઠેલા સોમીબેનનું કહેવું છે કે લોકોને આળીમ ખુબ જ પસંદ હોવાથી અમને સારી એવી આવક મળે રહે છે.