ડેડીયાપાડા: ગુજરાત સરકારના સારા કાર્યોને કલંક લગાડતા ભ્રષ્ટ અધિકારીઓ અને કામચોર કોન્ટ્રાક્ટર જરા શરમ રાખતા ન હોય તેની સાબિતી આપતો ડેડીયાપાડામાં 11કરોડ અને 72 લાખ રૂપિયામાં બનેલા મોવીથી ડેડીયાપાડા રોડની હાલત કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ 12 એપ્રિલ 2021ના રોજ આ રસ્તાનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. ત્રણ મહિનાની અંદર આ રસ્તાની આ હાલત છે. રસ્તા બનાવવામાં હલકી ગુણવત્તાના કામો અને કરોડો રૂપિયાના કોભાંડ કરવામાં આવ્યાના પ્રમાણો મળી આવે છે ઉલ્લેખનીય છે કે રસ્તાના ખાતમુહર્ત સમયે રસ્તો સારો બનશે તો પ્રજાની સુખામારીમાં વધારો થશે અને લોકો નિર્ધારિત સમયમાં પોતાના સ્થળે સમયસર પોહચી શકશે તેથી આ રસ્તો મજબુતાઈથી અને લાંબો સમય સુધી સારો રહે તેવો બનાવવા માટે એજન્સી તથા ઈજનેરોને ગ્રામ્યજાણો અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. જુઓ આ વિડીઓ માં…

આ અનુરોધ એજન્સીઓ અને કોન્ટ્રાક્ટર કાને ન ધર્યો હોય એમ લાગે છે કેમ કે હજુ તો ગુજરાતમાં ચોમાસું પુરતા પ્રમાણમાં બેઠું નથી વરસાદ પણ મન મૂકી વરસ્યો નથી તો તો રસ્તાની આ હાલત દેખાઈ રહી છે ત્યારે માર્ગ અને પરિવહન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ રસ્તાના કામો આપતા પહેલાં કોન્ટ્રાક્ટર વિષે જાણકારી લઇ લેવી જોઈએ સ્થાનિક ગામના લોકોએ પણ પોતાના ગામમાં કે વિસ્તાર બનતા રસ્તા અંગે સભાનતા દાખવવી પડશે અને આ ભ્રષ્ટાચારથી બનેલા આ રસ્તા પર તપાસ કરી દોષિતો સામે કડક પગલાં લેવાવા જોઈએ.