દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, સુરત, વલસાડ જેવા જિલ્લાઓના શહેરોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદના પગલે પાણી-પાણી જોવા મળી રહ્યું છે નદી નાળા ભરાઈને વહેવા લાગ્યા છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ભરૂચ, તાપી, ડાંગ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, વાપી, ઉમરગામ, ધરમપુરમાં ધોધમાર વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. વલસાડમાં બે કલાકમાં સવા ૭ ઈંચ વરસાદ પડયો છે. વલસાડ-વાપીમાં અનેક વિસ્તારો પાણી-પાણી થઇ ગયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ગુજરાત રાજ્યના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હાલમાં જો સતત પાંચ દિવસ દરમિયાન મૂશળધાર વરસાદ વરસશે તો દક્ષિણ ગુજરાતના શહેરો અને અનેક ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવવાની સંભાવના રહેલી છે.