ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આજરોજ ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેના(BTTS)ના ગુજરાત પ્રદેશના મહામંત્રી પંકજ પટેલ દ્વારા ધરમપુર તાલુકાના આગેવાનો સાથે મિટિંગ કરી BTTS સંગઠન અને BTP પાર્ટીને ધરમપુર તાલુકામાં મજબૂત કરવા તેમજ હોદ્દેદારોની નિમણુક બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી અનુસાર આજરોજ ધરમપુર તાલુકામાં BTTSના ગુજરાત પ્રદેશના મહામંત્રી પંકજ પટેલ દ્વારા ૨૦૨૨માં થનારી ચુંટણીમાં વિજય મેળવવા માટે શંખનાદ કરી દીધો છે એમણે આજે ધરમપુર તાલુકામાં BTTS અને BTP હોદ્દેદારોને સમાજ લોકો માટે કામ કરવાનું આહ્વાહન કર્યું હતું અને આવનારા સમયમાં સંગઠન અને પાર્ટીને મજબુત કરવા નવા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉભા કરી તેમને જવાબદારી સોંપવાની તૈયારી કરી લીધી છે.

BTTSના ગુજરાત પ્રદેશના મહામંત્રી પંકજ પટેલ Decision News સાથે વાતકરતાં જણાવે છે કે આવનારા સમયમાં આદિવાસી સમાજમાં પ્રવર્તતી સમસ્યાઓ, વર્ષો જુના વણ ઉકેલાયેલા પ્રશ્નો અને વર્તમાન સમયમાં છીનવાઈ રહેલા આદિવાસી લોકોના અધિકારો અંગે લડત ચલાવી શકાય એ માટે આદિવાસી સમાજની પાર્ટી BTP ને મજબુત બનાવવા BTTS સંગઠને પોતાની પહેલ આદરી દીધી છે. તેમનું કહેવું છે કે અમે સંકલ્પ કર્યો છે કે અમે કોઈ પણ સંજોગોમાં સમાજને બહેતર સ્થિતિમાં પોહ્ચાડીશું.