ગુજરાત: દેશમાં ગુજરાત હાઈકોર્ટ એવી પ્રથમ કોર્ટ બની રહી છે કે, જ્યાં ૧૯ જુલાઈથી કોર્ટની કાર્યવાહીનુ જીવંત પ્રસારણ કરવામાં આવશે. અને આ પ્રોજેક્ટનો શુભારંભ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન. વી. રમણે દ્વારા કરવામાં આવ્યું છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ગુજરાત હાઈકોર્ટના લાઈવ સ્ટ્રિમિંગ રુલ્સને પણ જનતા સમક્ષ મુકવામાં આવશે.અને આવનારા સમયમાં સુપ્રીમ કોર્ટની કેટલીક કોર્ટની કાર્યવાહીનુ પણ જીવંત પ્રસારણ કરાશે. કોર્ટ કાર્યવાહીના જીવંત પ્રસારણથી જ્યુડિશિયરીમાં લોકોનો વિશ્વાસ વધશે. જસ્ટિસ એમ. આર. શાહે માધ્યમોને જણાવ્યું હતું કે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે. લોકોને કોર્ટ પ્રક્રિયામાં ભાગ લેવામાં મદદ મળશે.
આપણા રાજ્યમાં કે દેશમાં આજે પણ સામાજિક અસમાનતા, જાગૃતતાનેા અભાવના લીધે મોટાભાગના લોકો કોર્ટની કાર્યવાહીમાં રીતે ભાગ લઈ શકતા નથી. હજુ પણ જસ્ટિસ ડિલિવરી સિસ્ટમને અનુલક્ષીને લોકોમાં ખોટી ધારણા જોવા મળે છે. જેના લીધે કલ્પના અને ખોટી ધારણા ન્યાય મેળવવામાં અવરોધરુપ બનતી હોય છે જે હવે દુર થશે.