અમદાવાદ: ગુજરાતમાં મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગાંધી વિચારધારા સાથે સંકળાયેલી ગુજરાત વિદ્યાપીઠમાં અલગ અલગ વિષયમાં ૧૭૧ સીટો પર PH.Dના ફોર્મ 19 જુલાઈથી શરુ કરીને 7 ઓગસ્ટ સુધી ભરી શકવાની જાહેરાત કરવામાં આવી છે

Decision Newsને મળેલી માહિતી અનુસાર ગતરોજ મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગાંધી વિચારધારા સાથે સંકળાયેલી ગુજરાત વિદ્યાપીઠમાં અલગ અલગ વિષયમાં ૧૭૧ સીટો પર Phdના ફોર્મ 19 જુલાઈથી શરુ કરીને 7 ઓગસ્ટ સુધી ભરવામાં આવશે કોરોનાના આ કપરા કાળમાં આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે જેથી ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓને સરળતા રહી શકે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી, હિન્દી, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઈતિહાસ, પત્રકારત્વ, MCA, યોગ, શારીરિક શિક્ષણ અને ગાંધી વિચાર જેવા વિષયોમાં ગુજરાત ઉપરાંત આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરથી વિદ્યાર્થીઓ PH.Dની પરીક્ષા આપી PH.Dની પદવી મેળવતા હોય છે.