ધરમપુર: આજરોજ વિલસનહિલ ખાતે ભારતીય જનતા યુવા મોરચા વલસાડ જિલ્લા દ્વારા ભાજપ જિલ્લા પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સાથે તથા યુવા મોરચા પ્રદેશ મંત્રીશ્રી સુરજભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ હેઠળ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર પાટીલ સાહેબના 182 સીટ જીતવાના સંકલ્પને સાકાર કરવા યુવા મોરચા દ્વારા 182 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
Decision Newsને મળેલી માહિતી મુજબ ભારતીય જનતા યુવા મોરચા વલસાડ જિલ્લા દ્વારા ભાજપ જિલ્લા પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સાથે તથા યુવા મોરચા પ્રદેશ મંત્રીશ્રી સુરજભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ હેઠળ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર પાટીલ સાહેબના 182 સીટ જીતવાના સંકલ્પને સાકાર કરવા યુવા મોરચા દ્વારા 182 વૃક્ષોનું રોપણી,”સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત” અભિયાન ને સાકાર કરવા રસ્તાઓ પર પોસ્ટરો અને ઐતિહાસિક પ્રવાસનધામ વિલ્સન હિલ ધરમપુર ખાતે સ્વછતા કાર્યક્રમનું આયોજન કર્યું હતું
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, વલસાડના લોકલાડીલા ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલજી, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડ યુવા મોરચાના મહામંત્રી મયંક પટેલ અને પ્રભાકર યાદવ, ગુજરાત પ્રદેશ લઘુમતિ મોરચાના મંત્રી શ્રી ઇલ્યાસ મલેકજી, વલસાડ જિલ્લા મીડિયા સેલના ઇન્ચાર્જ શ્રી દિવ્યેશભાઈ પાંડેજી, વલસાડ જિલ્લા યુવા મોરચા પ્રમુખ સ્નેહીલભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા યુવા મોરચા પૂર્વ પ્રમુખ ચેતનભાઈ ભંડારી, વલસાડ જિલ્લા આઇટી સોશ્યિલ મીડિયાના ધાર્મિકભાઈ દેસાઈ તથા સ્થાનિક સરપંચશ્રી, વલસાડ જિલ્લા યુવા મોરચા તથા વલસાડ જિલ્લાના તમામ મંડળ યુવા મોરચા ના હોદેદારશ્રીઓ અને કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.