આહવા: ચોમાસાંની સીઝન જેમ જેમ આગળ ધપી રહી છે તેમ ડાંગના વળાંકવાળા અને ડુંગરાળ રસ્તાઓમાં અકસ્માતો વધી રહ્યા છે ત્યારે ગતરોજ આહવાથી નવાપુર રોડ પર ગંભીર અકસ્માત ટાવેરા ગાડી અને બાઈક વચ્ચે બન્યાની ઘટના સામે આવી છે.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ગતરોજ આહવાથી નવાપુર રોડ પર GJ-15-CF- 5684 નંબરની ટાવેરા ગાડી અને GJ-30-C-7788 નંબરની હીરો સ્પ્લેન્ડર બાઈક સાથે ગંભીર અકસ્માત થયો હતો જેમાં બાઈક ચાલક ખુબ જ ગંભીર રીતે ઘવાયો હતો તેને તાત્કાલિક ધોરણે આહવા સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તાજા જાણકારી મળ્યા અનુસાર તેમની સ્થિતિમાં સુધાર છે.
આ અકસ્માત અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પ-પોહચી ગઈ હતી અને હાલમાં આહવા પોલીસ દ્વારા બનાવની સંપૂર્ણ માહિતી મેળવવા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.