આહવા: બહુજન સમાજ પાર્ટી આહવા દ્વારા આજરોજ વર્તમાન સમયમાં ચાલી રહેલા કોરોનાના કપરા કાળમાં ખાદ્ય સામગ્રી અને ક્રુડ ઓઈલમાં વધેલી મોંઘવારીને લઈને આહવા સિવિલ ચર્ચથી લઈને કલેકટર કચેરી સુધી મોંઘવારીના પોસ્ટર અને મોંઘવારીના વિરોધીના ઉચ્ચાર કરી વિરોધ પ્રદર્શન રેલી કાઠવામાં આવી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ આહવા મુખ્ય મથકે ખાતે બહુજન સમાજ પાર્ટી ડાંગ દ્વારા ડીઝલ, પેટ્રોલ સિલેન્ડર અને તેલમાં વધેલી મોઘવારીના વિરોધ પ્રદર્શન રેલી કાઢી હતી જેમાં પાર્ટીના દસથી બાર કર્મષ્ઠ કાર્યકર્તાઓ અને યુવાનો જોડાયા હતા. આહવા સિવિલ ચર્ચથી લઈને કલેકટર કચેરી સુધી મોંઘવારીના પોસ્ટર અને મોંઘવારીના વિરોધીના ઉચ્ચાર કરી વિરોધ પ્રદર્શન રેલીને કલેકટર કચેરીના સામે જ ડીટેન કરી લેવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શન રેલીમાં ‘ડીઝલ પેટ્રોલ, સિલેન્ડર તેલ, મોંઘવારીમાં મોદી તારા ખેલ વગેરે સુત્રો ગુંજ્યા હતા. જુઓ આ વિડીયોમાં..
બસપા ડાંગના યુવા પ્રમુખ મહેશભાઈ આહિરે Decision News જણાવે છે કે હાલમાં કોરોનાનો કપરો કાળ ડાંગના વિસ્તારમાંથી સંપૂર્ણ ખતમ થયો નથી ત્યારે વધેલી મોંઘવારીના કારણે લોકોને પોતાનું અને પરિવારનું જીવન ગુજરાન ચલાવવું ખુબ જ મુશ્કેલ ભર્યું બન્યું છે તેમાં માસ્ક કે અન્ય કોરોના ગાઈડલાઈન્સ કારને ઉઘરાવતો દંડ આદિવાસી લોકોને પીડિત બનાવે છે. મોંઘવારીના કારણે સ્થાનિક સ્તરે ભુખમારીના કારણે મૃત્યુ કિસ્સાઓ પણ સામે આવ્યા છે જયારે ડાંગની સરકારી હોસ્પિટલમાં ભૂખમરીના લીધે કુપોષણના શિકાર બની દર્દીઓ બન્યા છે. આવનારા સમયમાં અમે સુબીર અને વઘઈ તાલુકામાં પણ આ પ્રકારના વિરોધ પ્રદર્શન કરશું.